Gay Sahay Yojana Gujarat 2023 | દેશી ગાય સહાય યોજના ગુજરાત

bperfect.co.in
6 Min Read

Cow Sahay Yojana Gujarat | Gay Sahay Yojana Gujarat 2023 | ikhedut Portal Online | khedut sahay yojana| deshi gay sahay yojana | geer gay sahay yojana | ikhedut Portal cow Sahay Yojana

નમસ્કાર વાચકમિત્રો,

સરકાર દ્વારા ઘણી યોજનાઓ આપવામાં છે પરંતુ આ તમામ યોજનાઓ જેતે નાગરિકો કે લાભાર્થીઓ પાસે પહોચતી નથી. કારણ છે કે જેતે લાભાર્થીઓ ને આ તમામ યોજનાઓ વિશે જાણકારી જ હોતી નથી.એટલે તેઓ લાભ લઈ શકતા નથી. તે માટે જ આપડે આ વેબસાઈટ ચાલુ કરી છેકે જેતે યોગ્ય લાભાર્થી ને તેમની જરૂરિયાત મુજબ ની સરકારી તમામ યોજનાઓ ની માહિતી મળે અને તેઓ આ યોજનાઓ નો લાભ મેળવી શકે.આવીજ માહિતી whataspp પર મેળવ્યા માટે લિન્ક પર ક્લિક ગ્રુપ માં જોડજો.

આજે આપડે એવા જ જરૂરિયાતમંદ લાભાર્થી માટે ની એક યોજના “Gay Sahay Yojana Gujarat 2023” વિશે વિગતવાર માહિતી મેળવવાના છીએ

તો ચાલો જાણીએ કે દેશી ગાય સહાય યોજના શું છે?, દેશી ગાય સહાય યોજનાનો હેતુ શું છે?, આ યોજનાનો લાભ કયા ખેડૂતોને મળશે?, આ યોજનામાં કેટલો લાભ મળશે?, આ યોજનામાં અરજી કરવા માટે કયા-કયા ડોક્યુમેન્ટ જોઈએ અને દેશી ગાય સહાય યોજનામાં અરજી કેવી રીતે કરવી. આ તમામ માહિતી ગુજરાતી ભાષાંમાં જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો

દેશી ગાય સહાય યોજના શું છે?

યોજનાનું નામ ગાય સહાય યોજના ગુજરાત 2023
ઉદ્દેશગુજરાતના ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રોત્સાહન થાય તે હેતુથી યોજના અમલી બનાવેલ
લાભાર્થીગુજરાત રાજ્યના ખેડૂતો
સહાયની રકમખેડૂત કુટુંબને એક ગાય માટે નિભાવ માટે દર મહિને રૂ.900/- ની સહાય આપવામાં આવશે. આ સહાય રૂપિયા 10800/- ની વાર્ષિક મર્યાદામાં આપવામાં આવશે.
સત્તાવાર વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in/

આઈ-ખેડૂત પોર્ટલ પર આત્માની પ્રાકૃતિક કૃષિ યોજનાઓમાં ચલાવવામાં આવતી દેશી ગાય સહાય યોજના હેઠળ ગુજરાતના જે ખેડૂતો દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને સહાય આપવામાં આવે છે . ખેડૂતોને આ યોજના હેઠળ ખેડૂતને એક ગાયને નિભાવવા માટે દર મહિને પ્રતિ ગાય રૂપિયા.900/- ની સહાય આપવામાં આવે છે. આમ ખેડૂતને દર વર્ષે રૂપિયા.10,800/- ની સહાય આપવામાં આવે છે.

યોજના હેઠળ નીચેની સહાય પૂરી પાડવામાં આવશે:

  • દેશી ગાય નિભાવ માટે રૂ. 900 પ્રતિ મહિને (વાર્ષિક રૂ. 10,800) સહાય.
  • ગાયની દૂધ ઉત્પાદન વધારવા માટેની તાલીમ અને સહાય.
  • ગાયની આરોગ્ય અને સંભાળ માટેની સહાય.

દેશી ગાય સહાય યોજનાનો હેતુ શું?

ખેડૂતો ઓર્ગેનિક ખેતી તરફ વળે અને રાજ્યના ખેડૂતોને ઓર્ગેનિક ખેતી કરવા માટે પ્રોત્સાહન થાય કારણ કે ઓર્ગેનિક ખેતી કરવા માટે દેશી ગાયના છાણ અને ગૌમૂત્રના કારણે ભૂમિની ભેજ સંગ્રહ ક્ષમતા, ફળદ્રુપતા અને ઉત્પાદન ક્ષમતામાં વધારો થાય છે. તે હેતુસર દેશી ગાય સાચવણીમાં વધારો થાય અને ઓર્ગેનિક ખેતી કરીને પર્યાવરણીય અને માનવીય સ્વાસ્થયમાં વધારો થાય તે જ આ યોજનાનો મુખ્ય હેતુ છે.

અરજી કરવાની પાત્રતા

ગુજરાત સરકાર દ્વારા 2023માં શરૂ કરવામાં આવેલી ગાય સહાય યોજના માટે અરજી કરવાની પાત્રતાઓ નીચે મુજબ છે:

  • લાભાર્થી ગુજરાતનો વતની હોવો જોઈએ.
  • લાભાર્થી ખેડૂત હોવો જોઈએ.
  • લાભાર્થી પ્રાકૃતિક ખેતી કરતો હોવો જોઈએ.
  • લાભાર્થી પાસે ઓછામાં ઓછી એક એકર જમીન હોવી જોઈએ, જેમાંથી ઓછામાં ઓછી એક એકર જમીનમાં દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતો હોવો જોઈએ
  • .લાભાર્થી પાસે એક દેશી ગાય હોવી જોઈએ જેની ઉંમર 3 વર્ષથી વધુ હોવી જોઈએ.
  • લાભાર્થીએ પ્રાકૃતિક કૃષિ ના માસ્ટર ટ્રેનર્સ પાસેથી અથવા પ્રાકૃતિક કૃષિ ની તાલીમ લીધેલ હોવી જોઈએ.

આ ઉપરાંત, લાભાર્થીએ નીચેના ડોક્યુમેન્ટ્સ સાથે અરજી કરવી આવશ્યક છે:

  • અરજી ફોર્મ
  • આધાર કાર્ડની નકલ
  • ખેતીની જમીનનો પુરાવો
  • ગાયનું રેજિસ્ટ્રેશન
  • પ્રાકૃતિક કૃષિ તાલીમનું પ્રમાણપત્ર

આ યોજના માટે અરજી કરવાની રીત ઓનલાઈન અથવા ઓફલાઈન છે. ઓનલાઈન અરજી કરવા માટે, લાભાર્થીઓએ ગુજરાત સરકારની વેબસાઇટ પરથી અરજી ફોર્મ ડાઉનલોડ કરવાની અને તેને ભરીને સબમિટ કરવાની રહેશે. ઓફલાઈન અરજી કરવા માટે, લાભાર્થીઓને નજીકના જિલ્લા કલેક્ટર કચેરી અથવા સરકારી એજન્સીમાં જઈને અરજી કરવાની રહેશે.અરજીની પ્રક્રિયા પૂર્ણ થયા પછી, લાભાર્થીઓની પસંદગી થશે અને તેમને સહાય આપવામાં આવશે.

અરજી કરવાની રીત

ગાય સહાય યોજના ફોર્મ ઓનલાઈન ભરવા માટે તમે નીચેના સ્ટેપ ફોલોવ કરી ફોર્મ ભરી શકો છો.

  1. સૌ પ્રથમ ઓફિસિયલ વેબસાઈટ I Khedut porta ઓપન કરવું.
  2. ત્યારબાદ મુખ્ય પેજ પર જમણી બાજુના લીસ્ટમાં “વિવિધ યોજનાઓમાં અરજી કરો “ લખેલું છે ત્યાં ક્લીક કરો .
  3. હવે હાલમાં જે યોજનાઓ ચાલુ છે . તેની યાદી જુઓ .
  4. જે વિભાગવાર ઘટકો અને તે પૈકી ચાલુ ઘટકોની યોજના જોવા મળશે .
  5. જો આ યાદીમાં પશુપાલનની યોજનાઓ ચાલુ હોય અને તો દેશી ગાય સહાય યોજના પણ ચાલુ હોય ત્યારે દેશી ગાય સહાય યોજનાનું અરજી ફોર્મ ખુલશે અને તેમાં તમે ઓન લાઈન અરજી કરી શકશો . અથવા ઓફલાઈન અરજી કરવા માટે, લાભાર્થીઓને નજીકના જિલ્લા કલેક્ટર કચેરી અથવા સરકારી એજન્સીમાં જઈને અરજી કરવાની રહેશે.

FAQ’s Gay Sahay Yojana Gujarat

ગાય સહાય યોજના શું છે?

ગાય સહાય યોજના ગુજરાત સરકાર દ્વારા 2023માં શરૂ કરવામાં આવેલી એક યોજના છે જેનો ઉદ્દેશ ગુજરાતમાં ખેડૂતોને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રોત્સાહન આપવાનો છે.

ગાય સહાય યોજના માટેની અરજીની કોઈ મહત્તમ સમય મર્યાદા છે?

હા, ગાય સહાય યોજના માટેની અરજીની કોઈ મહત્તમ સમય મર્યાદા છે. 2023 ના રોજ શરૂ કરવામાં આવેલી આ યોજના 31 માર્ચ, 2024 સુધી માટે જ અમલમાં રહેશે.

ગાય સહાય યોજનાના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ?

31 માર્ચ 2024

ગાય સહાય યોજના હેઠળ શું સહાય આપવામાં આવે છે?

દેશી ગાય નિભાવ માટે રૂ. 900 પ્રતિ મહિને (વાર્ષિક રૂ. 10,800) સહાય.

Share This Article
Leave a comment